6 મહિનાની બાળકીના માતા-પિતાને થયો કોરોના
કોરોનાની મહામારીના આ કપરા સમયમાં એક ડોક્ટરે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હકીકતમાં 6 મહિનાની એક બાળકીના માતા-પિતાને કોરોના થઈ ગયો. બંને સંક્રમિત હોવાના કારણે બાળકી સાથે રહી શકે તેમ નહોતા અને તેને ઘરમાં એકલી પણ છોડી શકે તેમ નહોતા. એવામાં એક મહિલા ડોક્ટરે તે માસુમ બાળકીને પોતાની પાસે રાખી લીધી. તેમણે કોરોનાના ભય વિના એક મહિના સુધી માતાની જેમ તેની દેખરેખ કરી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
હવે બાળકીના માતા-પિતા સાજા થયા
ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ, બુધવારે ડો, મેરી અનિથાએ એલવિન (બાળકી)ને તેના પેરેન્ટ્સને સોંપી. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ તેમણે ઘરમાં જ પોતાનો ક્વોરન્ટાઈન સમય પૂરો કર્યો. પાછલા મહિને પહેલા એલવિનના પિતા પોઝિટિવ થયા, પછી તેની માતા બંને ગુરુગ્રામમાં હેલ્થ કેર નર્સ તરીકે કામ કરતા હતા. પિતા ગુરુગ્રામમાં જ છે. જ્યારે તેની માતા કેરળમાં છે.
માતાને પણ થયો કોરોના
પહેલા મહિલાએ પોતાનો હોમ ક્વોરન્ટાઈન કરી હતી. પછી કેટલાક દિવસો બાદ તે પણ વાઈરસની ચપેટમાં આવી ગઈ. ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ વેલફેર કમેટીએ એવલિનની દેખરેખ કરવાની હતી. પરંતુ ઈન્ફેક્શનના ડરથી પરિવાર ડરી ગયો. ડો. મેરી જણાવે છે કે, મને 14 જૂને ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ વેલફેર કમિટીએ સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે બાળકી થોડા દિવસો માતા સાથે રહી છે તેના ઈન્ફેક્ટેડ થવાના ચાન્સ વધારે છે.
ડોક્ટર સ્વીકારી તમામ જવાબદારી
જાણકારી માટે જણાવી દઈએ કે ડો. મેરી કોચ્ચિમાં બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. ડો. મેરીએ પોતાના પરિવાર સાથે બેસીને વાતચીત કરી અને જણાવ્યું કે તે બાળકીનુ ધ્યાન રાખવા ઈચ્છે છે. 15 જૂને એવલિનને હોસ્પિટલથી પોતાના એક ખાલી ફ્લેટમાં લઈ આવી. ડો. મેરીના પોતાના ત્રણ સંતાનો છે. તેઓ એલવિનનું ધ્યાન રાખતી. તેને ખવડાવતી. અહીં સુધી કે તેના પેરેન્ટ્સ સાથે પણ વીડિયો કોલમાં વાત કરાવતી હતી.
પરિવારે માન્યો ડોક્ટરનો આભાર
એલવિનના માતા-પિતા હાલમાં સાજા થઈ ચૂક્યા છે. તેમની પાસે દીકરી પહોંચી ગઈ છે. એલવિનની માતા કહે છે, ‘ભગવાને તેમને અમારા માટે મોકલ્યા હતા. અમે તેમના આભારી રહીશું. હું તેમના પરિવારનો આભાર વ્યક્ત કરું છું જેમણે તેમના નિર્મયનો સ્વીકાર કર્યો.’
from Page Array – I Am Gujarat https://ift.tt/30pXRTk
No comments:
Post a Comment