Thursday, July 23, 2020

અ’વાદઃ કોરોના કાળમાં સોનું ઓલ ટાઈમ હાઈ,10 ગ્રામનો ભાવ 51,900 રૂપિયા

અમદાવાદઃ શહેરની બજારોમાં ફરી એકવાર સોનાનો ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. બુધવારે 10 ગ્રામ સોનાનો ભાવ 51,900 રૂપિયા પર સ્થિર થયો હતો. માત્ર એક જ દિવસમાં આ પીળી ધાતુનો ભાવ 600 રૂપિયા વધી ગયો હતો. એટલે મંગળવારે 10 ગ્રામ સોનાનો ભાવ 51,300 રૂપિયા હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ચાંદીની વાત કરીએ તો તેના ભાવમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. ભૂતકાળના 60 હજારના ભાવને પાછળ છોડી દેતા બુધવારે 1 કિલો ચાંદીનો ભાવ 60,900એ સ્થિર થયો હતો.

વિશ્લેષકોનું કહેવું છે કે, સલામત રોકાણમાં વધારાની વચ્ચે બંને કિંમતી ધાતુઓના ભાવ વધવા તે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળાના વલણને દર્શાવે છે.

દિવસ દરમિયાન સોનાના ભાવ કેટલાક સમય માટે 52,050 રૂપિયાના રેકોર્ડ-હાઈ લેવલ પર પહોંચીને ફરી 10 ગ્રામના 52 હજાર રૂપિયાએ આવી ગયો હતો.

‘કોવિડ 19 મહામારી યથાવત્ રહેવાની ચિંતાના કારણે કિંમતી ધાતુઓના ભાવ ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે અને પરિણામરુપે સલામત રોકાણોમાં વધારો થયો છે. ભવિષ્યના આર્થિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને દુનિયાભરની સરકારો દ્વારા વધુ અપેક્ષાઓની વચ્ચે સોનામાં તેજી ચાલુ રહી’

‘આ દરમિયાન ઔદ્યોગિક માગમાં ઉતાર-ચડાવ સિવાય વધતા સલામત રોકાણોને લઈને ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે’, તેમ ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશન (IBJA)ના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું.

શિક્ષકોના ગ્રે-પેડ બાબતે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છેઃ નિતિન પટેલ



from Page Array – I Am Gujarat https://ift.tt/2ZPt0Ri

No comments:

Post a Comment

Pages