Tuesday, July 7, 2020

નાણાકીય વર્ષ 2020માં ગુજરાત હાઉસિંગ સેક્ટરના NPAમાં 144 ટકાનો ઉછાળો

અમદાવાદ: કોરોના મહામારી બાદ હોમ લોનની ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણી પે-કટ્સ અને લે-ઓફ સાથે કરવામાં આવી છે. જોકે, લોકડાઉન પહેલા પણ પરિસ્થિતિ સામાન્ય નહોતી. 31 માર્ચ, 2020ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ગુજરાતમાં હાઉસિંગ સેક્ટરની બેડ લોનમાં 144% ઉછાળાથી આ સ્પષ્ટ થાય છે.સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)ના લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં બેંકોની હાઉસિંગ સેક્ટરની કુલ નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) વર્ષ 2018-19ના 615 કરોડથી વધીને 2019-20માં 1502 કરોડ થયું છે. SLBCએ જૂનના અંત સુધીમાં જાહેર કરેલા અહેવામાં ઉમેર્યું હતું કે, NPAમાં ફેરવાતી એડવાન્સ હોમ લોનમાં 42 ટકાનો વધારો થયો છે. જે મુજબ વર્ષ 2018-19માં એડવાન્સ હોમ લોન 66424 કરોડથી વધીને 2019-20માં 94200 કરોડ થઈ છે.

ક્રેડાઈ (CREDAI)ના નેશમલ ચેરમેન જક્સે શાહે જણાવ્યું કે, એડવાન્સ હોમ લોનમાં 42 ટકા ગ્રોથ સારી વાત છે, પરંતુ NPAમાં વધારો ચિંતાજનક છે. કેમકે 2019-20માં બિઝનેસ સાઈકલ અનુકુલ નહોતી. MSME સેક્ટરમાં NPA ચોક્કસપણે હોમ લોન પોર્ટફોલિયો પર અસર કરશે. કારણે કે, મોટાભાગના હાઉસિંગ લોનના ક્લાઈન્ટસ MSME સાથે સંકળાયેલા છે.

મહાગુજરાત બેંક કર્મચારી મંડળના જનરલ સેક્રેટરી જનક રાવલે હાઉસિંગ લોનમાં એનપીએ સામાન્ય રીતે ક્યારેય આટલી તીવ્ર વૃદ્ધિ કરતું નથી તેમ જણાવીને કહ્યું કે ‘આર્થિક મંદીના કારણે બેરોજગારી પણ વધી રહી હોવાથી ઘણા લોકો જેમાં ખાસ કરીને ઘર ખરીદનારા યુવાઓની હાઉસિંગ લોન ચુકવણીઓ અને એકાઉન્ટ્સ પર ડિફોલ્ટ થઈ ગયા હશે. જેના પરિણામે NPA તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી.’

એક બેંકરે કહ્યું કે, ‘આર્થિક દ્રષ્ટિકોણ આશાસ્પદ ન હોવાથી, છેલ્લા નાણાંકીય વર્ષ દરમિયાન લોકોની આવક પર વિપરિત અસર પડી હતી. પરિણામે, વ્યક્તિઓની લોનની ચુકવણીની ક્ષમતા નબળી પડી અને તેના પરિણામે બેડ લોન વધવા લાગી.’



from Page Array – I Am Gujarat https://ift.tt/3gvY7Xw

No comments:

Post a Comment

Pages