Wednesday, July 22, 2020

‘દિલ્હીની 23% વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત, મોટાભાગના કેસ લક્ષણ વગરના’

સુષ્મી ડે, ન્યૂ દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ કેવી છે, સ્થિતિમાં શું સુધારો આવ્યો છે તેને લઈને સીરો સર્વે કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટ મુજબ જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં રાજ્યની 23 ટકા વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. સૌથી મોટી વાત એ છે કે, આમાંથી મોટાભાગના લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા નથી. દિલ્હીના 11 જિલ્લાઓમાં 27 જૂનથી 10 જુલાઈ દરમિયાન આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 20 હજાર લોકોને આવરી લેવાયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ સર્વે દિલ્હી સરકાર સાથે મળીને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને તેને મંગળવારે જાહેર કરાયો હતો. NCDCના ડિરેક્ટર ડો. સુજીત કુમાર સિંહે કહ્યું કે, IgG એન્ટીબોડીઝની ‘સમયોજિત વ્યાપકતા’ 22.86 ટકા હતી.

જો કે, સુજીત કુમાર સિંહે 77 ટકા દિલ્હીવાસીઓને હજુ પણ અસુરક્ષિત ગણાવ્યા છે અને કહ્યું છે કે, ‘આટલી જ કડક રીતે કન્ટેન્ટમેન્ટના પરિમાણોનું પાલન કરવાની જરૂર છે. ફિઝિકલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ, વારંવાર હાથ ધોવા વગેરે..નું કડક રીતે પાલન કરવાની જરૂર છે’.

‘મહામારીના લગભગ 6 મહિનામાં માત્ર 22.86 ટકા લોકો જ અસરગ્રસ્ત થયા છે. આ બધું સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે લાગુ કરાયેલા લોકડાઉન અને કન્ટેન્ટમેન્ટના પરિમાણોને આભારી છે’, તેમ સિંહે ઉમેર્યું.

‘આ બાબત અપનાવેલી વ્યૂહરચનામાં પર અમારો ભરોસો વધારે છે. દિલ્હીમાં બીમારી ઝડપથી ફેલાઈ રહી હતી, પરંતુ કોઈ નવા પ્રતિબંધો લાગુ કર્યા વગર, વધુ કડક રીતે તે પગલાનું પાલન કરાવીને અમે આ સંખ્યા પર નિયંત્રણ રાખી શક્યા’, તેમ નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ પૌલે જણાવ્યું.

સિંહે જણાવ્યું કે, અગાઉ ઈન્ડિયન કાન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદમાં 34 ટકા અને દિલ્હીમાં 9થી 11 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. તેમણે કહ્યું કે, વ્યાપક વસ્તીનો સર્વે ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે કેસ વધારે હતા.

AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા કહી ચૂક્યા છે કે, દિલ્હીમાં કોરોના પોતાના પીક પર પહોંચી ચૂક્યો છે. જો કે, સિંહ આ વાત પર ઓછા નિશ્ચિત છે. તેમણે કહ્યું કે, ઈન્ફેક્શનનું મોનિટર કરવાની જરૂર હતી. પૌલ વધુ સકારાત્મક હતા અને જણાવ્યું હતું કે, હાલના સ્તરે તીવ્ર ઘટાડા તરફ ધ્યાન દોર્યું હતું. આ સાથે ઉમેર્યું હતું કે, વાયરસને એન્ટીબોડીઝ વગરના લોકો ‘ગમે’ છે અને તેથી જ સાવચેતી રાખવાની જરૂર છે.

પૌલે કહ્યું કે, સીરો સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી મજબૂત છે અને તેનો ઉપયોગ સરકાર દ્વારા રોગ નિયંત્રણ દ્વારા કરવામાં આવશે.

‘RT-PCR ટેસ્ટ અને રેપિડ એન્ટીજન કોવિડ-19ના દર્દીઓની વ્યક્તિગત સારવાર કરવામાં મદદગાર છે, જ્યારે એન્ટીબોડી ડિટેક્શન ટેસ્ટ કોમ્યુનિટીમાં સંક્રમણના ફેલાવાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. તે સ્વાભાવિક છે કે કેટલાક લોકો જેમ કે અસિમ્પ્ટોમેટિક અમે કરેલા સર્વિલાન્સ નેટવર્કથી ચૂકી જાય છે. આ સીનારિયોમાં સીરો સર્વે કોમ્યુનિટીમાં કોવિડ 19નો ફેલાવો કેટલો છે તે જાણવામાં મદદ કરે છે’, તેમ સિંહે જણાવ્યું.

11 જિલ્લાઓમાંથી આઠમાં સીરોનો વ્યાપ 20 ટકાથી વધુ હતો. મધ્ય, ઉત્તર-પૂર્વ અને શાહદરા જિલ્લાઓમાં 27 ટકાથી વધુ સીરો વ્યાપ છે. જૂનમાં રોજ આશરે 3,900 કેસ નોંધાયા બાદ દિલ્હીમાં મંગળવારે 954 નવા કેસ નોંધાયા હતા.

આરોગ્ય મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટેસ્ટિંગમાં વધારો, વહેલામાં વહેલી તકે ઓળખ અને પોઝિટિવ કેસોને આઈસોલેશન કરવાના પગલે ટ્રાન્સમિશનમાં ઘટાડો થયો હતો. જૂનના પહેલા અઠવાડિયામાં જ્યારે દિલ્હીએ પ્રતિ દિવસ 9,500 લોકોનું ટેસ્ટિંગ કર્યું હતું ત્યારે પોઝિટિવિટી રેટ 37 ટકા હતો. જુલાઈના પહેલા અઠવાડિયામાં વધારે 25 હજાર કરવામાં આવ્યો અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો થઈને 9 ટકા થઈ ગયો. તે હજુ નીચો જશે તેમ સરકારે જણાવ્યું હતું.

દિલ્હીમાં નવા કેસોમાં ઘટાડો થવો તે તરફ ઈશારો કરે છે કે તે પીક પર પહોંચી ગયો છે. સિંહે કહ્યું કે, ‘આ વિશે અમે કંઈ ચોક્કસ કહી શકીએ નહીં કારણ કે ઘણી વસ્તી વાયરસ પ્રત્યે શંકાસ્પદ છે. બાકીની 77 ટકા વસ્તી સંવેદનશીલ છે અને કન્ટેન્ટમેન્ટના પરિમાણોનું આ જ રીતે પાલન કરવાની જરૂર છે’.

લક્ષણો આધારિત સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ પોલિસી કોમ્યુનિટીમાં ઈન્ફેક્શનના ભારની અસરકારક રીતે આકારણી કરી શકશે નહીં અને તેથી જ સમયાંતરે સીરો સર્વે કરવાનું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

તાપીઃ વેલદા ગામે ખાનગી તબીબે મહિલાની સારવાર ન કરતા મહિલાનું થયું મોત, સ્વજનોએ ક્લિનિક સળગાવી માર્યું



from Page Array – I Am Gujarat https://ift.tt/30z4l2D

No comments:

Post a Comment

Pages