સુશાંતના મોત બાદ બોલિવુડમાં આરોપ-પ્રતિઆરોપ
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી જ બોલિવુડમાં ઈનસાઈડર અને આઉટસાઈડરની ચર્ચા છેડાઈ છે. કંગના રણૌતે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુશાંતના મોતને પ્લાન કરેલું મર્ડર ગણાવ્યું હતું. આ જ ઈન્ટરવ્યૂમાં કંગનાએ તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કર જેવી એક્ટ્રેસને બી-ગ્રેડ હીરોઈન ગણાવી હતી. જેના જવાબમાં તાપસી અને સ્વરાએ તીખી ટિપ્પણી કરી હતી. આ ત્રણેય હીરોઈનો વચ્ચે ટ્વિટર વૉર જોવા મળ્યું હતું. ત્યારે હવે સ્વરા ભાસ્કરે સુશાંત સિંહ રાજપૂતના પરિવારની માફી માગી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
સ્વરાએ માગી સુશાંતના પરિવારની માફી
Had an introspective moment. I think we owe #SushantSinghRajput ‘s family an apology 4 the number of times they must’ve read his name in our arguments. This is not about us.
Sushant has a release coming up, let’s celebrate the memory of the bright life we lost. Let’s be kind.
— Swara Bhasker (@ReallySwara) July 21, 2020
સ્વરાએ ટ્વિટ કરીને લખ્યું, “મેં આત્મમંથન કર્યું અને મને અહેસાસ થયો કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારે જેટલી વાર તેનું નામ અમારી બોલાચાલીમાં વાંચ્યું, એ ન્યાયે તો તેના પરિવારની માફી માગવી જોઈએ. આ અમારા વિશે નથી. સુશાંતની ફિલ્મ જલદી જ રિલીઝ થવાની છે. આપણે તેની યાદોને સેલિબ્રેટ કરવી જોઈએ અને ઉદાર બનવું જોઈએ.”
ચર્ચામાં ઘણીવાર ઉછળ્યું સુશાંતનું નામ
હકીકતે સોશિયલ મીડિયા પર કંગના રનૌતની ડિજિટલ ટીમ સાથે દલીલો કરતી વખતે તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કરે પોતાની પ્રતિક્રિયામાં ઘણીવાર સુશાંત સિંહ રાજપૂતના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેને સ્વરાએ અંગત રીતે ખોટું કર્યું હોવાનું ગણાવ્યું છે. સ્વરાના આ ટ્વિટ પર લોકોની પોઝિટિવ પ્રતિક્રિયા આવી રહી છે. તો ઘણા લોકો એવા પણ જેમણે કહ્યું કે, સ્વરા અને તેના જેવા કલાકારોએ સુશાંતના પરિવારની માફી માગવી જોઈએ.
24 જુલાઈએ રિલીઝ થશે સુશાંતની છેલ્લી ફિલ્મ
જણાવી દઈએ કે, સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સુશાંત સાથે નવોદિત એક્ટ્રેસ સંજના સાંઘી લીડ રોલમાં છે. આ ફિલ્મનું ડાયરેક્શન મુકેશ છાબડાએ કર્યું છે. ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે અને છેલ્લીવાર પોતાના મનગમતા કલાકારને સ્ક્રીન પર જોવાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર અને ગીત રેકોર્ડ સર્જી રહ્યા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eOYawu
No comments:
Post a Comment