રાજકોટઃ જામગનર જિલ્લાના કાલાવાડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ માસ્ક ન પહરેવા બદલ ધરપકડ કર્યા બાદ ઢોરમાર મારતાં કાપડના વેપારી અને તેના દીકરાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
જામનગર સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ શરદ સિંઘલે આ મામલે કડક કાર્યવાહી કરતાં ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. પીડિત ઘનશ્યામ ઉદેસિંહ (56) અને તેમનો દીકરો નિશાંત (28) બુધવારે પોતાની દુકાનમાંથી માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતાં ઝડપાયા હતા.
પોલીસે કહ્યું કે, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ક્યોર તેમજ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા અને નિકુંજ જેસડિયા બંનેને પકડીને તેમને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.
‘સૌથી પહેલા તેઓ નિશાંતને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, જ્યાં તેણે પોતાના ફોનમાં વીડિયો ઉતારવાનું ચાલી કરી દેતા પોલીસકર્મીઓ રોષે ભરાયા હતા. થોડા સમય બાદ નિશાંતના પિતા પણ ત્યાં આવ્યા હતા અને પછી ચારેય પોલીસકર્મીઓએ બાપ-દીકરા બંનેને સ્ટીકથી ફટકાર્યા હતા’, તેમ કાલાવડ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર કે.જે. ભોઈએ કહ્યું.
ઘટના બાદ બધા વેપારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ SP પાસે પહોંચ્યા હતા, જેમણે મોડી રાત્રે ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. સિંઘલે કાલાવાડની મુલાકાત લીધી હતી અને તરત જ તેમને સસ્પેન્ડ કર્યા હતા.
અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં સિંઘલે કહ્યું કે, ‘જામનગર ગ્રામીણના ડેપ્યુટી એસપીને તપાસ સોંપવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિમાં પોલીસ વિભાગમાં આવા વર્તનને સહન કરવામાં આવશે નહીં. જો પીડિતના મેડિકલ રિપોર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવશે તો તેમની સામે વધુ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે’.
આ ચારેય આરોપી પોલીસકર્મીઓ સામે શારીરિક ત્રાસ બદલ IPCની કલમ 323 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બીજી તરફ પોલીસ દ્વારા ઘનશ્યામ અને નિશાંત સામે પોલીસ સ્ટેશનમાં તોડફોડ, કોમ્પ્યુટર સેટ તોડવા, એક પોલીસકર્મી પર હુમલો કરવા બદલ તેમજ પોલીસકર્મીઓની ફરજ આડે અડચણ ઊભી કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ફોટોગ્રાફરે કેમેરા આકારનું બનાવ્યું પોતાનું ઘર, નામ આપ્યું ‘ક્લિક’
from Page Array – I Am Gujarat https://ift.tt/30eYHT1
No comments:
Post a Comment