Tuesday, July 7, 2020

ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધવાનો દર 6.71% થયો

સુષ્મી ડે, નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે તેની સાથે નવા કેસમાં થઈ રહેલા ઉછાળાનો દર વધીને 6.73% થઈ ગયો છે. સોમવારે આ વિશે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વિશેની જાણકારી આપવામાં આવી છે. રવિવારના દિવસનો દિલ્હીનો પોઝિટિવ કેસનો દર સૌથી વધુ 13.4% રહ્યો હતો, અહીં પોઝિટિવિટી રેટ 30%થી 10% થયા છે, બીજી તરફ આંકડા દર્શાવે છે કે, ટેસ્ટિંગમાં પણ ઘણો સુધારો થયો છે.

અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, કેસમાં ઉછાળો એટલા માટે આવ્યો છે કારણ કે ટેસ્ટિંગના આંકડામાં વધારો કરવામાં આવ્યો છે. જ્યાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે ત્યાં પોઝિટિવિટી કેસનો દર પણ વધુ આવી રહ્યો છે. આ સાથે દેશભરનો આંકડો ઊંચો જઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

WHO (World Health Organisation) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોઝિટિવિટી કેસ 10% કરતા વધારે હોય તો અપૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દેશમાં પાછલા 24 કલાકમાં 3.46 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેની સાથે દેશમાં ટેસ્ટિંગનો કુલ આંકડો 1 કરોડને પાર થઈ ગયો છે. આ સાથે દિલ્હીમાં સશક્ત રીતે તપાસ કરવામાં આી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જે નવી રેપિડ ટેસ્ટિંગ એન્ટીગન પોઈન્ટ ઓફ કેર ટેસ્ટ છે જેમાં પરિણામ માત્ર 30 મિનિટમાં મળી જાય છે. દિલ્હીમાં ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો છે. અગાઉ જૂનના પહેલા અઠવાડિયામાં સરેરાશ 5,481 લોકોના ટેસ્ટ કરાયા હતા જ્યારે જુલાઈ 1થી 5ની વચ્ચે સરેરાશ 18,766 સેમ્પલ એક દિવસમાં લેવામાં આવ્યા.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કર્ણાટકા અને રાજસ્થાનનો કોરોનાના પોઝિટિવ કેસ વધવાનો આંકડો દેશની ટકાવારી કરતા નીચો છે, અહીં મોટા પ્રમાણમાં ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. દેશમાં સૌથી નીચો પોઝિટિવિટી રેટ 1.92% છે. રવિવારે વધુ 24,248 ટેસ્ટ સાથે કુલ સેમ્પલનો આંકડો 1,80,596 થઈ ગયો છે. ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 7 લાખની નજીક પહોંચ્યો છે. હાલ દેશમાં 1,105 લેબ છે જ્યાં કોરોના વાયરસના કેસની તપાસ થાય છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/31OHdiM

No comments:

Post a Comment

Pages