Tuesday, July 7, 2020

વીમા કંપનીઓએ તૈયાર કર્યું કોવિડ-19ની સારવાર માટેનું ભાવ પત્રક

રશેલ ચિત્રા, બેંગલુરુઃ ભારતમાં કોવિડ-19ના દર્દીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે કે જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ જુદા જુદા રાજ્યોની હોસ્પિટલ્સ અને આરોગ્ય નિષ્ણાંતો સાથે ચર્ચા કરીને કોવિડ-19ની ટ્રિટમેન્ટ માટે થતા ખર્ચ અંગે એક નિષ્કર્ષ પર આવી છે. હવે તમામ 32 વીમા કંપનીઓ દર્દીઓને સારવાર લેવામાં પડતી મુશ્કેલી અંગે પ્રાઈવેટ હોસ્પિટલ્સ સાથે કોવિડ-19 ટ્રિટમેન્ટના ચાર્જિસના વિવાદને ઉકેલવા માટે કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવેલ નીતિ પર ચાલશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કાઉન્સીલ દ્વારા આપવામાં આવેલ કોવિડ-19 ટ્રીટમેન્ટના નવા દર મુજબ વીમા કંપનીઓ સાથે નેટવર્ક પાર્ટનર બનેલી હોસ્પિટલ્સ કોવિડ 19ના દર્દીને મેટ્રો સિટીમાં વેન્ટિલેટર કેસ સાથે ICU માટે રુ. 15000થી વધુ ચાર્જ નહીં કરી શકે. તે જ રીતે નોન મેટ્રો શહેરમાં રુ. 11,250થી વધુ ચાર્જ નહીં કરી શકે. કાઉન્સીલ દ્વારા આ જ રીતે આઈસોલેશન બેડ અને બોડી સ્ટોરેજ માટે પણ કેપ મૂકવામાં આવી છે. જેમાં આઈસોલેશન માટે રુ. 8000 અને બોડી સ્ટોરેજ માટે રુ. 5000નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તેમજ દર્દીની બીજી તપાસણી જેવી કે બ્લડ શુગર લેવલ, એક્સરે, ECGના ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ ચાર્જને પ્રતિ મહિને રિવ્યુ કરવામાં આવશે.

જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ ભારતમાં કામ કરતી તમામ વીમા કંપનીઓનું એક એસોસિએશન છે જેને દેશની ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઓથોરિટી દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. જેના દ્વારા સમગ્ર દેશમાં કોવિડ-19 ટ્રિટમેન્ટ માટે એક સ્ટાન્ડર્ડ પ્રાઈસિંગ સિસ્ટમ ઉભી કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 લાખને પાર થઈ ગઈ છે ત્યારે પ્રાઈવેટ હોસ્પિટલ્સનો આ માહામારી સાથે લડવા માટે વધશે તેવામાં દર્દીને ચાર્જિસ અંગે સમસ્યા ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વીમા કંપનીઓએ કહ્યું પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા ચાર્જ કરવામાં આવતા બિલને લઈને અનેક સમસ્યાઓ આવી રહી હતી. ત્યારે જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ ચાર્જ લિસ્ટથી હવે તેમની પાસે એક નિશ્ચિત પ્રાઈસ લિસ્ટ હશે.

કાઉન્સીલના સભ્યોએ કહ્યું કે, ‘કોવિડ-19 એક નવા જ પ્રકારનો રોગ છે જેના માટે હજુ આપણી પાસે કોઈ પ્રસ્થાપિત નીતિ નિયમો કે કોઈ પ્રસ્થાપિત સારવાર પદ્ધતી નથી ત્યારે સારવા માટે થતા ખર્ચને લઈને વીમા કંપનીઓને પણ કેટલાક પ્રશ્નો થતા હોય છે. તો બીજી તરફ હોસ્પિટલ અને પોલિસી હોલ્ડરને આ વીમાની રકમ મળેવવામાં મુશ્કેલી થતી હોય છે જે બંને સમસ્યાને દૂર કરવા માટે જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ એક સમાધાનરુપે આ નિશ્ચિત ચાર્જ લિસ્ટ લઈ આવી છે.’



from Page Array – I Am Gujarat https://ift.tt/3gEc31T

No comments:

Post a Comment

Pages