રાજકોટઃ કોરોના વાયરસના કેસો ગુજરાતમાં સતત વધી રહ્યા છે. જોકે રાજ્ય સરકારે ફરી લોકડાઉન લાગુ કરવા અંગેની વાતને નકારી દીધી છે. આ વચ્ચે જામનગર જિલ્લાના બે ગામો- ઠેબા અને ધુલેશિઆ ગામે ચાર કોરોનાના કેસ સામે આવ્યા બાદ એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
જિલ્લાના ઠેબા ગામમાં સુરતથી આવેલા ત્રણ વ્યક્તિઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ઠેબા ગ્રામ પંચાયતના સરપંચ ઈન્દુ સાંઘાણીએ કહ્યું, તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાંથી સાજા થયા બાદ રવિવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવનારા ઘણા લોકો અમારા ગામમાં હોમ ક્વોરન્ટાઈનમાં છે. આથી સાવધાની લેતા અને અમારા ગામમાં એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કર્યું છે.
ઠેબા ગામ જામનગર શહેરને અડીને આવેલું છે. ગામમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચ હોવાથી અન્ય નિકટના ગામના લોકો પણ અહીં આવતા હોય છે. ગામમાં 100 જેટલી દુકાનો છે. ઠેબા ગામમાં અંદાજે 6000 લોકોની વસ્તી છે. સરપંચ ઈન્દુ સાંઘાણી કહે છે, કરિયાણું, શાકભાજી અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. જામનગર જતા હોય તેવા લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના પાલન સાથે જવા દેવામાં આવશે.
આ સાથે જ ધુલેશિઆ ગામની ગ્રામ પંચાયતે પણ રવિવારે એક ડોક્ટર કોવિડ-19 સંક્રમિત આવતા અઠવાડિયા સુધી લોકડાઉન જાહેર કર્યું છે. ગામના સરપંચ રામજી રાઠોડ કહે છે, કરિયાણું અને શાકભાજી જેવી જરૂરી વસ્તુઓ વેચતી દુકાનો સવારે 7થી 11 અને સાંજે 4થી 8 સુધી ખુલ્લી રહેશે. અમે પાન-સીગારેટની દુકાનોને પણ ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે, પરંતુ ગ્રાહકે વસ્તુ લઈને અહીથીં તરત જતા રહેવું પડશે. ચાનો સ્ટોલ, નાસ્તાની દુકાન અને હેર કટિંગ સલુન સહિતની દુકાનો બંધ રહેશે.
સરપંચ વધુમાં કહે છે, એવું લાગી રહ્યું છે કે કોરોના વાયરસ જામનગર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે. આથી અમે લોકડાઉન લાગુ કરવાનું નક્કી કર્યું છે.
આ પણ જુઓઃ એક્સપર્ટ્સની ચેતવણી: વાલ્વવાળા માસ્ક પહેરવામાં રહેલું છે મોટું જોખમ
from Page Array – I Am Gujarat https://ift.tt/3fO159Y
No comments:
Post a Comment