નીતૂ અને રણબીરનેે પણ કોરોના?

બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને દીકરા અભિષેક બચ્ચનનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી એવા અહેવાલો વહેતા થયા કે, રણબીર કપૂર, નીતૂ કપૂર અને ડાયરેક્ટર કરણ જોહર પણ સંક્રમિત થયા છે. આ અઠવાડિયે રિદ્ધિમા કપૂરે નીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બિગ બીનો દોહિત્ર અગસ્ત્ય નંદા પણ સામેલ થયો હતો. જેના કારણે એવી અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ કે, તેના લીધે નીતૂ કપૂર, રણબીર અને કરણ જોહર પણ સંક્રમિત થયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
રિદ્ધિમા કપૂરે કરી સ્પષ્ટતા
આવા ખોટા અહેવાલો વહેતા થતાં રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે. રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “ટ્વિટ કરતાં પહેલા હકીકતની ખરાઈ અને સ્પષ્ટતા કરો! અમે સૌ સાજા છીએ. આભાર!”
‘અફવા ફેલાવાનું બંધ કરો’
View this post on Instagram
આ સિવાય રિદ્ધિમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ મૂકીને પણ આ વાતને અફવા ગણાવી. રિદ્ધિમાએ લખ્યું, “ધ્યાન ખેંચવા? પોસ્ટ કરતાં પહેલા ખરાઈ તો કરો. અમે તંદુરસ્ત અને સ્વસ્થ છીએ. અફવાઓ ફેલાવાનું બંધ કરો.”
અમિતાભ-અભિષેકના પોઝિટિવ આવ્યા પછી ફેલાઈ હતી અફવા
અમિતાભ બચ્ચન અને અભિષેકે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી હતી. સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોને તેમણે ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. જે બાદ નીતૂ કપૂર, રણબીર અને કરણ જોહર પણ સંક્રમિત થયા હોવાની અફવા ફેલાઈ હતી.
બિગ બી અને અભિષેકની હાલત સ્થિર
Earlier today both my father and I tested positive for COVID 19. Both of us having mild symptoms have been admitted to hospital. We have informed all the required authorities and our family and staff are all being tested. I request all to stay calm and not panic. Thank you.
— Abhishek Bachchan (@juniorbachchan) July 11, 2020
જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોનાના માઈલ્ડ લક્ષણો જોવા મળ્યા છે. હાલ બંનેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ પણ જણાવ્યું છે કે, બિગ બી અને અભિષેકની હાલત સ્થિર છે અને ગભરાવવાની વાત નથી. ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેમના રિપોર્ટ નેગેટિવ છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2ZjynaW
No comments:
Post a Comment