કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10308

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 800થી વધુ (872) કેસ નોંધાયા છે. જેથી કુલ આંકડો પણ 41027 પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓનું મોત થતાં કુલ મૃત્યુઆંક પણ 2034 થયો છે. ચિંતાની વાત એ છે કે, હવે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 10000ને વટાવી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત કોરોના મહામારીના કહેર વચ્ચે અનલોક-1થી અનલોક-2 વચ્ચેના એક મહિનામાં ગાળામાં સતત નવા વિક્રમી સાથે પોઝિટિવ કેસનો આંક વધતાં જૂનના બીજા સપ્તાહમાં એક્ટિવ કેસોનો આંક પાંચ હજારથી નીચે પહોંચી ગયો હતો. જે એક મહિનામાં 10,308 એટલે કે ડબલ થઈ ગયા છે.
ડિસ્ચાર્જનો આંકડો 28685 થયો

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,57,066 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,16,774 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,13,964 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન છે અને 2810 ફેસિલીટી ક્વોરન્ટીનમાં છે. રાજ્યમાં વધુ 502 દર્દીઓ સ્વસ્થ થતાં હવે કુલ ડિસ્ચાર્જનો આંકડો પણ 28685 થયો છે.
અત્યાર સુધી 2034ના મોત થયા

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 10308 છે. જ્યારે 73 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે 10235ની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, દાહોદ અને કચ્છમાં 1-1 તેમજ પાટણમાં પણ 1 એમ કુલ 10 મોત થતાં હવે રાજ્યમાં પણ કુલ મૃત્યુઆંક 2034 થયો છે.
મુખ્ય શહેરોમાં કોરોનાના નવા કેસ

સંક્રમણને રોકેટ ગતિ આપનાર સુરતમાં સતત બીજા દિવસે પણ કેસની સંખ્યા નાટ્યાત્મક રીતે ઘટી છે. સુરત કોર્પોરેશનમાં 180 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 90 કેસ નોંધાયા છે. તેમજ 14 દર્દીઓના મોત નીપજ્યા છે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં નવા 166 કેસ નોંધાયા છે. તેમજ 5 દર્દીઓએ દમ તોડ્યો છે. અમદાવાદ અને સુરત બાદ વડોદરા શહેરમાંથી 37 અને જિલ્લામાંથી 12 કેસ મળ્યા છે. તેમજ રાજકોટ 41 કેસ સામે આવ્યા છે જેમાંથી 29 કેસ શહેરના છે. ગાંધીનગરમાં 28માંથી 14 કેસ શહેરમાંથી મળ્યા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/38M4Bit
No comments:
Post a Comment