Sunday, July 12, 2020

અમિતાભ-અભિષેક કોરોના પોઝિટિવ આવતા ‘જલસા’ બંગલોને સેનિટાઈઝ કરાયો

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ

મુંબઈઃ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા બાદ શનિવારે સાંજે મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ છે. ત્યારે અમિતાભના દીકરા અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અભિષેકને પણ હોસ્પિટલમાં એડમિટ કરાવાયો છે. અમિતાભની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે અને ડોક્ટર્સનું કહેવું છું કે ગભરાવવાની કોઈ વાત નથી. આ વચ્ચે BMCની હેલ્થ ટીમ દ્વારા રવિવારે એક્ટરના ઘરને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.

‘જલસા’ બંગલો સેનિટાઈઝ કરાયો

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા બાદ રવિવારે BMCના સેનિટાઈઝેશન વર્કર્સની ટીમ ‘જલસા’ બંગલો ખાતે પહોંચી હતી. અહીં એક્ટરના સમગ્ર બંગલોને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. જેની કેટલીક તસવીરો સામે આવી રહી છે. આ બંગલોમાં હાલ ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન અને જયા બચ્ચન ક્વોરન્ટાઈન પર છે.

ડોક્ટર્સે સ્વાસ્થ્ય પર આપી અપડેટ

જેવું ફેન્સે સાંભળ્યું કે અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ છે, સમગ્ર દેશમાં તેમના માટે પ્રાર્થના અને દુઆઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ હવે તેમની સ્થિતિ સ્થિર છે. પહેલા તેમનું ઓક્સીજન લેવલ 90ની આસપાસ જતું રહ્યું હતું જે હવે ફરી 95 સુધી પાછું આવી ગયું છે. ડોક્ટર્સનું કહેવું છે કે તેમની હાલત સ્થિર છે અને ગભરાવવાની કોઈ વાત નથી.

અમિતાભે ડોક્ટર્સનો માન્યો આભાર

આ સાથે જ અમિતાભ બચ્ચને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી એક વીડિયો પણ બનાવીને શેર કર્યો છે. જેમાં તેઓ દેશના તમામ ડોક્ટર્સને કોરોનાના આ કપરા સમયમાં ઉત્તમ કામગીરી માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે.

ઐશ્વર્યા અને જયા નેગેટિવ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઘરના બાકી સદસ્યો અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનની રિપોર્ટ નેગેટિવ આવી હતી. ઘરના અન્ય સદસ્યોની રિપોર્ટ હજુ સુધી આવી નથી, જલ્દી તેમની પણ રિપોર્ટ આવી જશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Cqwsso

No comments:

Post a Comment

Pages