ધોની અને સુશાંત
મહેન્દ્ર સિંહ ધોની આ નામને કોઈ પ્રકારની ઓળખ આપવાની જરુરિયાત નથી. ધોની માનસિક રીતેક કેટલો સ્ટ્રોન્ગ છે તે વાત તેની કેપ્ટનશિપ જોઈને જ ખબર પડી જાય છે. પરંતુ ક્યારેક કોઈ એવી વાત બને છે જ્યારે મક્કમમાં મક્કમ માણસ મીણની જેમ ઓગળી જાય છે. દીલ રોવા લાગે છે પણ કંઈ બોલી શકતો નથી. આખરે લાગણીઓનો અહેસાસ કંઈક એવો જ હોય છે કે શબ્દ નહીં પણ મૌન બરાડા પાડીને બોલતું હોય છે….
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ધોનીની અજાણી બાજુ
તમને થશે કે આજે ધોનીનો જન્મદિવસ છે અને આવી ઉદાસીભરી વાત કરીએ છીએ…. પણ હકીકતમાં આજે ધોનીના જન્મ દિવસે તમને અનેક મોટી મોટી વાતો વાંચવા અને સાંભળવા મળશે પરંતુ ધોનીની એક બાજુ જેનાથી ભાગ્યે જ કોઈ પરિચિત છે તે લાગણીસભર ધોનીની આજે તમારી સાથે ઓળખાણ કરાવવી છે. અમે તમને ધોનીની એ બાજુની વાત કરવાના છીએ જે સુશાંત સિંહ રાજપુતના આત્મહત્યાના સમાચાર જાણીને ધોનીને હતાહત કરી ગઈ હતી. આપણી બધાની જેમ તે પણ એ વાત માનવા તૈયાર નહોતો કે સુશાંતસિંહે આત્મહત્યા કરી છે અને આપણી વચ્ચે નથી.
દરેકને હતી આ વાતની રાહ
જેવા સુશાંતની મોતના સમાચાર આવ્યા બોલિવુડની સાથે સાથે ક્રિકેટ જગતને પણ આંચકો લાગ્યો. સુશાંતના ફેન્સ માટે તો આ દુઃખદ સમાચાર અસહનીય થઈ પડ્યા હતા. દરેક લોકોમાં એક જ ઈચ્છા હતી કે કોઈ ચમત્કાર થાય અને એવા સમાચાર આવે કે આ ખોટું છે. સુશાંત સિંહ જીવે છે. દરેક લોકો તેને પોતાની આંખોથી સહીસલામત જોવા માગતા હતા. પરંતુ કમનસીબે આ સમાચાર સાચા હતા. પરંતુ જ્યારે આ બધા વચ્ચે દરેક સેલિબ્રિટી આ દુઃખદ ઘટના આઅંગે શોક વ્યક્ત કરી રહ્યા હતા અને ધોની તરફથી કોઈ જ રિએક્શન ન આવતા સુશાંત અને ધોની બંનેના ફેન્સમાં બેચેની વધી ગઈ હતી.
કેમ ધોની શું કહે છે તેની રાહ જોતા હતા
આપણે બધા જાણીએ છીએ કે સુશાંત સિંહ રાજપૂતે ધોનીની બાયોપિક ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો હતો. સુશાંતે ધોનીની લાઈફ અને તેમના અનુભવોને જે રીતે સ્ક્રીન પર જીવંત કરી દેખાડ્યા તેનાથી ધોની ખૂબ જ પ્રભાવિત હતો. ધોનીનો ફેમસ હેલિકોપ્ટર શોટ જે રીતે સુશાંતે શૂટિંગ દરમિયાન લગાવ્યો તો લોકો આ બંને વચ્ચે અંતર નહોતા કરી શકતા કે સુશાંતે લગાવ્યો છે કે ધોનીએ. કોઈના જીવનને આટલી ઝીણવટભરી રીતે પડદા પર ઉતારવું સહેલું કામ નથી.
ધોનીનું સુશાંત સાથે બોન્ડિંગ
ધોનીની રિયલ લાઈફને રીલ લાઇફ પર ઉતારવા માટે મહિનાઓ સુધી સુશાંત ધોનીના સંપર્કમાં રહ્યા. જેથી તેમના સંઘર્ષ, તેમની મહેનત અને તેમના હાવભાવ, તેમની રમત સહિતના દરેક વસ્તુને પડદા પર જીવંત કરી શકાય. તો ખૂબ લાંબો સમય તેમણે ધોનીના પરિવાર સાથે પણ પસાર કર્યો. જે બાદ ધોની જ નહીં તેના સમગ્ર પરિવારનું સુશાંત સાથે જોડાણ થઈ ગયું હતું. તે એક એવો ફેમિલી મેમ્બર બની ગયો હતો જેની સાથે સમગ્ર પરિવાર ભાવનાત્મક રુપે જોડાયો હતો.
આ પિક્ચર જ ઘણું કહી જાય છે
ધોની, સુશાંત અને ધોનીની નાની દીકરી જીવાનો આ ફોટો જ પોતાનામાં ઘણું કહી જાય છે. જ્યારે ઘરનું નાનું બાળક પણ કોઈની સાથે આટલું જોડાઈ ગયું હોય ત્યારે સમજી શકાય છે કે તે પરિવાર સાથે સુશાંતનું જોડાણ કેવું થઈ ગયું હશે.
જ્યારે સુશાંતના ફેન્સ ધોનીને સાંભળવા માગતા હતા
સુશાંતના મોતના સમાચારથી દરેક લોકો દુઃખની લાગણીમાં ડૂબ્યા હતા. એક ટેલેન્ટેડ અને ક્યુટ સ્ટાર તેમની વચ્ચે નથી રહ્યો. ખાસ કરીને સુશાંતના ફેન્સને જે વાતનું વધુ દુઃખ હતું તે હતી તેની આત્મહત્યા. તેના ફેન્સ આ મામલે સતત સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.
કેમ ધોની કંઈ બોલ્યો નહીં
સુશંતના મોત બાદ લાંબા સમય સુધી ધોનીએ કંઈ જ જાહેરમાં ન કહેતા દરેક વ્યક્તિ જાણવા માગતો હતોકે આખરે ધોની કેમ કંઈ જ બોલ્યો નહીં. ખૂબ જ લાંબા સમય બાદ ધોનીના મેનેજર્સે દ્વારા એટલું જાણવા મળ્યું કે સુશાંતના મોતના સમાચાર સાંભળીને ધોની જ નહીં તેમનો આખો પરિવાર ખૂબ જ દુઃખમાં છે.
કેમ આવું થાય છે?
હવે તમારા મનમાં સવાલ થશે કે જો આટલો દુઃખી હતો તો દુઃખ વ્યક્ત કેમ કર્યું નહીં. કેમ કંઈ બોલ્યો નહીં. આ સવાલ પર ક્લીનિકલ સાઇકોલોજિસ્ટ ડોના સિંહ કહે છે કે આપણા જીવનમાં અચાનક જ્યારે કંઈક મોટું થાય છે. તો આ ઘટનાને સ્વીકાર કરવામાં આપણા મગજને ખૂબ વાર લાગે છે. પછી તે ઘટના દુખની હોય કે ખુશીની. આ જ કારણ છે કે આપણે જ્યારે ખૂબ જ દુઃખી થઈએ કે ખુશ થઈએ ત્યારે આપણા મોઢામાંથી કોઈ શબ્દ નીકળતા નથી.
સાઈકિયાટ્રિસ્ટની નજરથી
એક સીનિયર સાઇકિયાટ્રિસ્ટની ડો. રાજેશ કુમાર કહે છે કે કોઈ આકસ્મિક ઘટના આપણા મગને અસમંજસની સ્થિતિમાં નાખી દે છે. ખાસ કરીને જો તે ઘટના દુઃખદ હોય તો આપણું મગજ ઘોર નિરાશાવાદમાં ચાલ્યું જાય છે. આ એક મોટું કારણ હોય છે કે દુઃખદ ઘટના બાદ વ્યક્તિ બિલકુલ ચૂપ થઈ જાય છે. કેમ કે આ સમયે તેનું મન અંદરને અંદર સંઘર્ષ કરતું હોય છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2ZIdplk
No comments:
Post a Comment