મંજુ વી, મુંબઈઃ કોરોના વાયરસના ભય વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટ ફરીથી શરૂ થઈ ગઈ છે. પરંતુ એરલાઈન્સની કેટલીક બેદરકારીના કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. સચિન શેટ્ટી નામના વ્યક્તિએ જૂનના બીજા અઠવાડિયામાં 5મી જુલાઈ માટે મુંબઈથી મેંગલુરુ નોન-સ્ટોપ ફ્લાઈટની ત્રણ ટિકિટ બૂક કરાવી હતી. ફ્લાઈટ ઉડાણ ભરે તેના ચાર દિવસ પહેલા તેમને કહેવામાં આવ્યું કે, ફ્લાઈટ કેન્સલ થઈ છે અને પૈસા તેમના ક્રેડિટ શેલમાં નાખવામાં આવ્યા છે. બાદમાં તેમને જાણ થઈ કે, મેંગલુરુ ડાયરેક્ટ ફ્લાઈટથી મુંબઈ સાથે કનેક્ટેડ નથી. તો પછી એરલાઈન્સે તેમને ટિકિટ વેચી જ કેમ?.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
બિઝનેસમેન બ્રિજેશ સુતારિયાએ 30 મેના રોજ 7 જૂન માટે મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ ટિકિટ બૂક કરાવી હતી. બીજા જ દિવસે, એરલાઈને તેમને ફોન કરીને કહ્યું કે, ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે અને તેમના 4200 રૂપિયા બાદમાં ઉપયોગ કરવા માટે ક્રેડિટ શેલમાં નાખવામાં આવ્યા છે.
રાજ્ય દ્વારા નવા પ્રતિબંધોના કારણે ફ્લાઈટ કેન્સલ થાય તે સમજી શકાય છે. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી શેટ્ટી અને સુતારિયા જેવા ઘણા મુસાફરો સામે આવ્યા છે જેમને શિડ્યૂલ્ડ ન હોય તેવી ફ્લાઈટ્સની ટિકિટ્સ વેચવામાં આવી હતી અને બાદમાં ઓછી માગણીના કારણે તેને કેન્સલ કરવામાં આવી હતી.
‘મેં ટિકિટ બૂક કરી તેના બીજા જ દિવસે મને એરલાઈન તરફથી મેસેજ આવ્યો કે, ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે’, તેમ સુતારિયાએ જણાવ્યું. ‘શું એરલાઈન્સ જે ફ્લાઈટ્સ છે જ નહીં તેની ટિકિટ આપી રહી છે? તેઓ 730 દિવસ સુધી કોઈપણ પ્રકારના વ્યાજ વગર લોકોના રૂપિયા ક્રેટિડ શેલમાં રાખી રહી છે’, તેવો તેમણે દાવો કર્યો. તેમનું માનવું છે કે, મુંબઈ-દિલ્હી વચ્ચેની જે ફ્લાઈટની ટિકિટ તેમને આપવામાં આવી હતી તે શિડ્યૂલ્ડ હતી જ નહીં.
સચિન શેટ્ટીની સાથે પણ આવું જ થયું, મુંબઈથી મેંગલુરુની ડાયરેક્ટ ફ્લાઈટ ન હોવા છતાં એરલાઈને તેમને ટિકિટ પધરાવી દીધી. ‘એરલાઈને જે મેસેજ કર્યો હતો તેમાં ફ્લાઈટ કેમ કેન્સલ કરવામાં આવી તેનો ઉલ્લેખ નહોતો. તેમાં રિ-શિડ્યૂલનો ઓપ્શન આપવામાં આવ્યો હતો. પરંતુ મને બીજા દિવસે કોઈ ફ્લાઈટ મળી નહીં. તેથી પૈસા ક્રેડિટ શેલમાં જતા રહ્યા’.
એવિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘હવે મુંબઈથી ચેન્નઈ, ત્રિવેન્દ્રમ, મેંગલુરુ અને પણજી જેવા શહેરોમાં જવા માટે કોઈ નોનસ્ટોપ ફ્લાઈટ નથી. તેથી જે રૂટ છે જ નહીં તેની ટિકિટો વહેંચવી તે આશ્ચર્યજનક છે’.
રાજ્ય સરકારે મુંબઈ એરપોર્ટને રોજની 100 ડિપાર્ચર અને અરાઈવલ્સને મંજૂરી આપી હોવા છતાં ઓછી માગના કારણે રોજ 75-80 ફ્લાઈટ્સનું જ સંચાલન થાય છે.
એક ટ્રાવેલ એજન્ટે કહ્યું કે, ‘છેલ્લા બે અઠવાડિયામાં એરલાઈન વેબસાઈટ્સે આપેલા દિવસમાં આપેલા રૂટની ફ્લાઈટના ઓપ્શન ઘટાડી દીધા છે. પહેલા જ્યારે ટિકિટ માટે સર્ચ કરો ત્યારે મુંબઈ-મેંગલુરુ રૂટ માટે આપેલા દિવસની 7-8 ફ્લાઈટ બતાવતા હતા પરંતુ હવે માત્ર 1 કે 2 જ હોય છે’
from Page Array – I Am Gujarat https://ift.tt/2DigKzZ
No comments:
Post a Comment