ચોમાસામાં વરસાદ પડી રહ્યો હોય, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય ત્યારે કંઈક ગરમાગરમ અને તીખું ખાવાની ઈચ્છા થાય. ચોમાસામાં તો લોકો મકાઈ પણ ખૂબ ખાય. કોઈ શેકીને ખાય, કોઈ બાફીને ખાય, કોઈ તેમાંથી ચાટ બનાવે તો કોઈ ભજીયા. આજે અમે તમને મકાઈમાંથી કબાબ બનાવતા શીખવીશું. ચાલો જોઈ લો રેસિપી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સામગ્રી
2 કપ બાફેલી મકાઈ
2 બાફેલા બટાકા
1 ચમચી લીલા મરચાની પેસ્ટ
1 નંગ બારીક સમારેલું કેપ્સિકમ
1 ચમચી કોથમીર
1 નંગ બારીક સમારેલી ડુંગળી
1 ચમચી લીંબૂનો રસ
4 નંગ બ્રેડ
2 ચમચી કોર્ન ફ્લોર
3 ચમચી ચણાનો લોટ
3 ચમચી ચોખાનો લોટ
1 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી લાલ મરચું પાઉડર
સ્વાદાનુંસાર મીઠું
1/2 ચમચી મરી પાઉડર
તળવા માટે તેલ
બનાવવાની રીત
બાફેલી મકાઈને મિક્સર જારમાં લઈને કરકરી ક્રશ કરી લો અને તેને એક બાઉલમાં લઈ લો. બાફેલા બટાકાને છીણી લો, જેથી કબાબ બનાવતી વખતે તેમા ગાંઠા ન રહી જાય.
બનાવવાની રીત
એક મોટો બાઉલ લો. તેમાં ક્રશ કરેલી મકાઈ, છીણેલા બટાકા, મરચાની પેસ્ટ, બારીક સમારેલું કેપ્સિકમ, સમારેલી કોથમીર, બારીક સમારેલી ડુંગળી, લીંબૂનો રસ, કોર્ન ફ્લોર, ચણાનો લોટ, ગરમ મસાલો, ચોખાનો લોટ, લાલ મરચું પાઉડર, મીઠું તેમજ મરી પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
બનાવવાની રીત
બ્રેડને પાણીમાં પલાળો અને તરત જ તેને બહાર કાઢીને પાણી નીચોવી લો. આ બ્રેડને મકાઈ-બટાકાના મિશ્રણમાં ઉમેરો અને સરસ રીતે મિક્સ કરી લો.
બનાવવાની રીત
આ મિશ્રણમાંથી હવે તમને ગમે તેવા શેપના કબાબ વાળી લો. પેનમાં તેલ ગરમ કરવા મૂકો અને તૈયાર કરેલા બધા કબાબ તેમાં ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવા મળી લો. તો લો તૈયાર છે કોર્ન કબાબ. તેને ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરો.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eU8Wl4
No comments:
Post a Comment