દેશમાં કોરોના 4 લાખને પાર પહોંચવાની તૈયારી
નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19 પોઝિટિવ કેસની સંખ્યાં 4 લાખને પાર થવા જઈ રહી છે. ગઈકાલે શુક્રવારે એક જ દિવસમાં દેશમાં 14,574 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ દિલ્હીમાં 3137 અને મહારાષ્ટ્રમાં 3827 નવા સંક્રમિતો સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 3.95 લાખ થઈ ઘઈ છે. એકલા જૂન મહિનામાં જ 2 લાખ કરતા વધારે કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. રાજ્ય સરકારોના આંકડા મુજબ 1 જૂનથી 19 જૂન શુક્રવાર રાત સુધીમાં કુલ 2,10,655 કેસ નોંધાયા છે. જે સાથે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ પૈકી 53 ટકા કેસ એકલા જૂન મહિનામાં સામે આવ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
કુલ કેસના 53 ટકે કેસ એકલા જૂનમાં
તે જ રીતે દેશમાં કોરોનાથી થયેલા કુલ 12,888 મૃત્યુ પૈકી 7,484 મોત એકલા જૂનમાં નોંધાયા છે. જ્યારે તેની સામે લોકડાઉનના આખા મે મહિનામાં માત્ર 1.5 લાખ કેસ અને 4267 મૃત્યુ નોંધાયા છે. એક દિવસ પહેલા જ દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા સંક્રમિતોનો રેકોર્ડ તૂટ્યો હતો જ્યારે એક દિવસનો આંકડો 14000ને પાર કરીને 14,052 નોંધાયો હતો.
દિલ્હીની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે
શુક્રવારે રાત્રે દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-19ના આંકડા દર્શાવે છે કે મહારાષ્ટ્ર બાદ દિલ્હી જ એક એવું રાજ્ય છે જ્યાં એક જ દિવસમાં 3000 કરતા વધારે પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હોય. આ સાથે દિલ્હી શહેરના કુલ કોરોના કેસની સંખ્યા 53, 116 થઈ ગઈ છે. જે મહારાષ્ટ્ર અને તામિલનાડુ બાદ બીજા નંબરે છે. બીજી તરફ શુક્રવારે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 3827 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા 1,24,331 પહોંચી ગઈ છે. ચિંતાજનક બાબત એ છે કે કોરોના સંક્રમિતોના મૃત્યુના આંકડામાં પણ ખૂબ જ મોટો વધારો શુક્રવારે મુંબઈમાં જોવા મળ્યો છે. અહીં એક જ દિવસમાં એક સાથે 142 જેટલા સંક્રમિતોના મોત થયા છે. જે એક દિવસમાં કોવિડ-19 દર્દીઓના મોતના આંકડામાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા 5893ને પાર થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર
દેશમાં સંક્રમણના ઝડપથી વધારાની બાબતે ઉત્તર પ્રદેશ પણ પાછળ નથી. અહીં શુક્રવારે 809 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 16,594 ને પાર થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે કોરોનાથી 19 વ્યક્તીના મોત સાથે કુલ મૃતકોનો આંકડો 507 થઈ ગયો છે. મહત્વનું છે કે ઉત્તરપ્રદેશમાં ગુરુવારે રાજ્યના અત્યાર સુધીના એક દિવસના સાર્વધિક પોઝિટિવ કેસ 692 નોંધાયા હતા.
દેશના આઈટી હબ બેંગલુરુમાં પણ કોરોનાની મજબૂત પકડ
આ જ રીતે ટ્વીન સ્ટેટ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં પણ શુક્રવારે અત્યાર સુધીનો એક દિવસનો સૌથી સંક્રમિતોનો આંકડો સામે આવ્યો છે. આંધ્ર પ્રદેશમાં એક દિવસના સૌથી વધુ 465 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7961ને પાર પહોંચી ગઈ છે. બેંગલુરુમાં શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 138 નવા કેસ નોંધાયા છે. જ્યારે 7 લોકોના મોત સાથે શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 892ને પાર થઈ છે તો મૃતકોની સંખ્યા 58 પહોંચી છે. જ્યારે આખા રાજ્ય કર્ણાટકમાં શુક્રવારે કુલ 337 નવા કેસ નોંધાયા છે અને 11 નવા મૃત્યુ નોંધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8281 અને મૃતકોની સંખ્યા કુલ 124 પહોંચી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3ek0hJ0
No comments:
Post a Comment