Saturday, June 20, 2020

‘ઓનલાઈન અભ્યાસ પર નિયંત્રણ રાખવું જરૂરી, સરકારે ટીચિંગના કલાકો કરવા જોઈએ નક્કી’

અમદાવાદ: કોરોના વાયરસના કહેરને પગલે હાલ શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. સાથે જ અવલોકન કર્યું કે, ઓનલાઈન ટીચિંગ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કોવિડ-19 અને લોકડાઉન અંગે થયેલી સુઓ મોટો PIL પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાળાની બેન્ચે કહ્યું, ઓનલાઈન અભ્યાસના કારણે 3-12 વર્ષ વચ્ચેની ઉંમરના નાના બાળકોની આંખોને નુકસાન થઈ શકે છે. જજોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવતી ખાનગી સ્કૂલોની વિગતો આપવાની સૂચના સરકારને આપી છે.

કોર્ટે કહ્યું, “ઓનલાઈન ટીચિંગ એક્ટિવિટી પર અંકુશ રાખવો જરૂરી છે. ઓનલાઈન શિક્ષણ અમુક કલાકો કરતાં વધારે ના હોય તે જોવાનું અને તેના પર અંકુશ મૂકવાનું કામ સરકાર કરી શકે છે.” જજોએ એમ પણ પ્રશ્ન કર્યો કે, જે વાલીના એકથી વધુ બાળકો હોય અને સ્કૂલો ઓનલાઈન શિક્ષણ પર જોર આપતી હોય તો તેઓ આ સ્થિતિને કેવી રીતે પહોંચી વળતા હશે. દરેક વાલી પાસે તેમના બધા બાળકોને ભણાવવા માટે ગેજેટ્સ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાની ક્ષમતા ના પણ હોય. આવા કિસ્સાઓ અંગે સરકાર શું વિચારે છે તેનો પણ કોર્ટે જવાબ માગ્યો છે.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, ઓછામાં ઓછા બે મહિના સુધી તો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ અપાશે. સ્કૂલો 15 ઓગસ્ટ પહેલા શરૂ થાય તેની સંભાવના નહિવત્ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/30XYKo7

No comments:

Post a Comment

Pages