Thursday, July 23, 2020

વર્ષ 2021 પહેલા કોરોનાની રસી આવવાની આશા નથી, સાવધાની રાખવી જરુરીઃ WHO

કોરોના વેક્સીન પર WHOએ શું કહ્યું?

World Health Organization (WHO)એ જણાવ્યું છે કે વર્ષ 2021 પહેલા કોરોનાની રસી બનવાની કોઈ જ આશા નથી. જેના કારણે WHOએ કહ્યું છે કે જો રિસર્ચરે કહ્યું છે કે કોરોના વેક્સીન બનાવવામાં સફળતા મળી પણ જાય તો પણ નવા વર્ષના શરુઆતના દિવસો પહેલા તે ઉપલબ્ધ થવાની કોઈ આશા વ્યક્ત કરી શકાય તેમ નથી.

સાવધાની રાખવી ઘણી જરુરી

WHOના કાર્યકારી નિર્દેશક માઈક રેયાને કહ્યું છે કે, કોરોના મહામારીની વેક્સીન બનાવવામાં ભલે થોડું મોડું થઈ જાય પણ સાવધાની રાખવામાં કોઈ કસર ના છોડવી જોઈએ. હાલ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વના છે.

યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે કામ

ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સીન પર યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. રિસર્ચર અને વૈજ્ઞાનિકો કોરોનાની રસી બનાવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે અને ઘણાં દેશોમાં કોરોના વાયરસ વેક્સીન પર હ્યુમન ટ્રાયલ પણ શરુ થઈ ગયા છે.

2021 પહેલા આશા ના રાખશો

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેજનેકા દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહેલી દુનિયાની પહેલી સંભવિત કોરોના વેક્સીનના પરિણામ અત્યાર સુધી ઘણાં સારા રહ્યા છે. આ બધા વચ્ચે WHOએ કહ્યું છે કે દુનિયાભરમાં રિસર્ચર કોરોનાની વેક્સીન બનાવવા માટે ઘણી જ મહેનત કરી રહ્યા છે, જેમાંથી કેટલાક રિસર્ચ કરીને વેક્સીન અંતિમ સ્ટેજમાં ટ્રાયલ કરવામાં આવી રહી છે, પરંતુ લોકો વેક્સીન બજારમાં 2021 પહેલા આવે તેવી આશા ના રાખે.

રોગ પ્રતિકારક ક્ષમતા વધવી જરુરી

WHOએ કહ્યું કે, તેઓ કોરોના વેક્સીનની દુનિયાભરમાં પ્રામાણિકતાથી વહેંચણી સુનિશ્ચિત કરવાની કોશિશ કરવામાં આવશે, ત્યાં સુધી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટેનો ઉપાય છે એકમાત્ર બચત છે. જો ભારતના વૈજ્ઞાનિકોનું માનીએ તો કોરોના વેક્સીન જલદી બની પણ ગઈ તો પણ ભારતની 60-70% વસ્તીને રસી આપતા ઓછામાં ઓછા 2 વર્ષનો સમય લાગશે, દેશના લોકોમાં કોરોના વાયરસની હર્ડ ઈમ્યુનિટી સુનિશ્ચિત કરવામાં ઓછામાં ઓછી 70% વસ્તીમાં રોગ પ્રતિકારક ક્ષમતા વિકસીત થવી જરુરી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3fS9skV

No comments:

Post a Comment

Pages