સોશિયલ મીડિયા પર પેઈડ અને ફેક ફોલોઅર્સના કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. આ કેસમાં હવે બોલિવુડના અન્ય ટોપ સેલિબ્રિટીઝની સાથે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જોનસની પણ પૂછપરછ થઈ શકે છે. એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ પ્રમાણે, મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર વિનય કુમાર ચૌબેને 54 ફર્મ વિશે જાણ થઈ છે જે ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ કૌભાંડમાં સામેલ છે. આ કૌભાંડની તપાસમાં ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલની પણ મદદ લેવાઈ રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ફેક સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવા મામલે મુંબઈ પોલીસના ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU) દ્વારા અભિષેક દિનેશ દૌડે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એક સોશિયલ મીડિયા માર્કેટિંગ કંપની પણ પોલીસ તપાસના ઘેરામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અભિષેક દૌડેએ દાવો કર્યો હતો કે તે એક વિદેશી કંપની માટે કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, સિંગર ભૂમિ ત્રિવેદીએ પોતાના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ પેજ જોયું ત્યારે તેણે ફરિયાદ નોંધાવી હતી. આ ફેક અકાઉન્ટ બનાવનારા શખ્સે અન્ય યૂઝર્સ સાથે ચેટ પણ કરી હતી. જે બાદ તપાસ કરતાં મુંબઈ પોલીસને જાણ થઈ કે, ઘણા ખેલાડીઓ, બિઝનેસમેન અને બોલિવુડ સેલેબ્સ સહિત લગભગ 176 લોકોએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે રૂપિયા આપ્યા હતા.
from Page Array – I Am Gujarat https://ift.tt/30B0T7u
No comments:
Post a Comment