Monday, July 13, 2020

નવા કોરોના પોઝિટિવ કેસનો આંકડો 29,000ને પાર, 3 લાખ કરતા વધારે એક્ટિવ કેસ

નવી દિલ્હીઃ ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 3 લાખને પાર પહોંચી ગયો છે. રવિવારે પહેલીવાર નવા કોરોના પોઝિટિવ કેસનો આંકડો 29,000ને પાર ગયો. પાછલા બે દિવસમાં 500 કરતા વધારે લોકોના કોરોના વાયરસના કારણે મોત નોંધાયા જે બાદ સામાન્ય ઘટાડા સાથે 492 લોકોના મોત નોંધાયા છે.

વાત કોરોના વાયરસને હરાવીને સાજા થઈ રહેલા દર્દીની કરીએ તો ભારતમાં સતત રિકવરી રેટ ઊંચો જઈ રહ્યો છે. જે આંકડો 4 જૂનના રોજ 1 લાખ હતો તે 23 દિવસ પછી 2 લાખ થયો હતો. જ્યારે આ પછીના 15 દિવસમાં આંકડો 3 લાખ થઈ ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ભારતમાં રવિવારે 29,271 નવા કેસ નોંધાયા છે, સતત પાંચમા દિવસે પોઝિટિવ કેસનો આંકડો વધ્યો છે. રાજ્યો પાસેથી મળેલા આંકડા પ્રમાણે 8 લાખ પર આંકડો પહોંચ્યાના બે દિવસ બાદ ભારતમાં કોરોના કેસનો કુલ આંકડો 8,79,060 થઈ ગયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3,02,466 થયા છે જ્યારે 5.53 લાખ લોકો સાજા થઈ ગયા છે.

કોરોના વાયરસના કારણે વધુ 492 લોકોના મોત સાથે કુલ આંકડો 23,175 થયો છે. કોરોના વાયરસના કારણે મોતને ભેટનારા લોકોની ટકાવારી 2.6%, આ ટકાવારીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

આ આખા દક્ષિણ ભારતમાં રવિવારે કુલ 10,000ને પાર કરીને 10,589 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કર્ણાટકામાં 2,627, આંધ્રપ્રદેશમાં 1,933 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં 1,560, બિહારમાં 1,266, ગુજરાતમાં 879 અને છત્તીસગઢમાં 184 કેસ નોંધાયા છે.

16 જુલાઈથી સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ, આ 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન 

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7,827 નવા કેસ નોંધાયા આ ત્રીજા નંબરના સૌથી વધુ કેસ છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1,03,516 છે, જેમની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,54,427 થયો છે.

દિલ્હીમાં સતત નવા કેસના આંકડામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, રવિવારે અહીં 1,573 નવા કેસ અને 37ના મોત નોંધાયા, અઠવાડિયાની શરુઆતમાં 2,505 કેસ નોંધાયા હતા જેમાં સતત ઘટાડો થયો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2OljsXM

No comments:

Post a Comment

Pages