Sunday, July 19, 2020

દેશમાં કોરોનાના 38,000 કરતા વધુ નવા કેસ નોંધાયા, 7 દિવસમાં 4,127નાં મોત

નવી દિલ્હીઃ કોરોના વાયરસના એક દિવસમાં નોધાયેલા નવા કેસનો આંકડો 38,000ને પાર થઈ ગયો છે, જ્યારે વધુ 545 લોકોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક 27,000ની નજીક પહોંચ્યો છે.

અઠવાડિયામાં આ ચોથી વખત એવું બન્યું છે કે, એક દિવસમાં નોંધાયેલા નવા કેસનો નવો રેકોર્ડ બન્યો છે. મંગળવારે પહેલીવાર કેસનો આંકડો 30,000ને પાર થઈ ગયો હતો, શનિવારે કેસનો આંકડો 38,141 પર પહોંચ્યો. અઠવાડિયા દરમિયાન દેશમાં 4,127 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા.

ભારતમાં કુલ કોરોના કેસનો આંકડો 10,76,861 થયો છે. જેમાં 3.74 લાખ એક્ટિવ કેસ છે જ્યારે 6.75 લાખ લોકો વાયરસને હરાવીને સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. પાછલ અઠવાડિયામાં (રવિવારથી શનિવાર) નોંધાયેલા મૃત્યુ કુલ કેસના 15% છે. ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોનો કુલ આંકડો 26,787 પર પહોંચ્યો છે.

કોરોના વાયરસને માત આપીને ઘરે પહોંચેલી યુવતીનું અનોખી રીતે કરાયું સ્વાગત 

શુક્રવારની સરખામણીમાં શનિવારે મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં મૃત્યુઆંક ઘટ્યો જે અનુક્રમે 144 અને 93 રહ્યો છે, જ્યારે તામિલનાડુમાં 88 અને આંધ્રપ્રદેશમાં 52 સાથે મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસનો આંકડો 3 લાખને પાર થઈ ગયો છે જ્યારે મુંબઈમાં આ આંકડો 1 લાખ પર પહોંચી ગયો છે.

શનિવારે મહારાષ્ટ્રમાં 8,348 નવા કેસ નોંધાયા. જ્યારે તામિલનાડુમાં 4,807, કર્ણાટકામાં 4,537, આંધ્રપ્રદેશમાં 3,963, બંગાળમાં 2,198, આસામમાં 1,218 અને ગુજરાતમાં 960 કેસ નોંધાયા.

ગુજરાતમાં શનિવારે રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે તો સામે સારી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થયાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1061 દર્દીઓ સ્વસ્થ થઈને પરત ફર્યાં છે. રાજ્યમાં બીજીવાર આવું બન્યું છે જ્યારે 1000 કરતાં વધુ દર્દીઓ સ્વસ્થ થયાં હોય. આ પહેલા બીજી જુને 24 કલાકમાં 1114 દર્દીઓ સ્વસ્થ થઈને પરત ફર્યાં હતાં. જેથી હવે રાજ્યમાં કોરોનાના સંક્રમણને હરાવીને કુલ 34005 (71.5%) દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 5,24,297 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/30n9VF2

No comments:

Post a Comment

Pages