Thursday, July 23, 2020

દેશમાં એક દિવસમાં કોરોનાના 46,221 કેસ નોંધાયા, મૃત્યુઆંક 30,000ની નજીક

નવી દિલ્હીઃ દેશમાં સતત કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે ત્યારે પાછલા 24 કલાકમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ બન્યો છે. એક દિવસમાં 46,000 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીનો એક દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે. જ્યારે કોરોના વાયરસના લીધે દેશમાં થયેલા મૃત્યુઆંક 30,000ની નજીક પહોંચ્યો છે.

બુધવારે દેશમાં કોરોના વાયરસને હરાવીને સાજા થયેલા દર્દીઓનો નવો રેકોર્ડ નોંધાયો છે. એક જ દિવસમાં 28,472 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે, જ્યારે બુધવારે વધુ 46,221 કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 12 લાખને પાર પહોંચી ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ભારતમાં વધુ 1,131 લોકોના મોત નોંધાયા છે, જેમાં તામિલનાડુમાં અગાઉ કોરોનાના કારણે જેમના મોત થઈ ગયા હતા તે આંકડો બુધવારે ઉમેરવામાં આવ્યો છે. આ સાથે ભારતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓનો કુલ આંકડો 29,854 થઈ ગયો છે. દક્ષિણ ભારતના 5 રાજ્યોના કેસનો આંકડો કુલ કેસના 42% છે.

શિક્ષકોના ગ્રે-પેડ બાબતે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છેઃ નિતિન પટેલ 

આ તરફ તામિલનાડુમાં વધતા કેસને કાબુમાં લાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે આવામાં રાજ્યના મુખ્ય સ્વાસ્થ્ય સેક્રેટરી જે રાધાક્રિશ્નને જણાવ્યું છે કે, “દિલ્હીની જેમ અમે પણ મુખ્યમંત્રીના આદેશ બાદ પ્લાઝ્મા બેંક શરુ કરી છે. રાજ્યમાં 1.25 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, તેઓ કોરોનાથી પીડાઈ રહેલા દર્દીઓને મોટી મદદ કરી શકે છે.”

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકા બુધવારે વધુ 63,967 કોરોના કેસ 24 કલાકમાં નોંધાયા છે. દુનિયામાં સૌથી વધુ અમેરિકામાં 39,55,860 કેસ થઈ ગયા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3eUbVtN

No comments:

Post a Comment

Pages