Sunday, July 19, 2020

રાજકોટ દેશનું પ્રથમ ગ્રીન રેટેડ પ્લેટિનમ લેવલનું સ્માર્ટ સિટી બન્યું

રાજકોટ: ગયા મહિને ગ્લોબ્લ ક્લાઈમેટ ચેલેન્જ જીતીને ‘નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2019-20’નું પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો. ત્યારે હવે ઈન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલ (IGBC)એ સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત રૈયા વિસ્તારમાં 930 એકર જમીનમાં સ્માર્ટ સિટીનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. IGBCની માર્ગદર્શિકા મુજબ સ્માર્ટ સિટી માટે વિકસિત માસ્ટર પ્લાનને આધારે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, ‘IGBC દ્વારા રાજકોટ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પ્લાનિંગના ફાઈનલ સર્ટીફિકેશન રીવ્યુ બાદ ટોટલ 81માંથી 81 પોઈન્ટ મળ્યા છે. જેથી IGBC દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે.’ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓગસ્ટ-2019માં આ સર્ટિફિકેશન માટે અરજી કરી હતી.

આ પ્લેટિનમ લેવલ સર્ટિફિકેટ દર્શાવે છે કે, રાજકોટ સ્માર્ટ સિટીનું પ્લાનિંગ, ઈકોલોજી, પ્સિટીઝન, વેલફેર, એફિશિયન્ટ લેન્ડ યુઝ પ્લાનિંગ, ગ્રીન ટ્રાન્સપોર્ટેશન, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ જેવા ઈનોવેશનથી એન્વાયરમેન્ટલ કેટેગરીઝમાં આગેવાની ધરાવે છે. આ પ્રોજેક્ટના સફળતાપૂર્વક અમલીકરણથી સમગ્ર ભારતમાં રાજકોટ સિટી એક મોડલ ગ્રીન સિટી અથવા સ્માર્ટ ગ્રીન સિટીનું હબ બનશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિવેદનમાં કહ્યું કે, ‘IGBC રેટિંગ અન્ય ઘણા પાસાઓ પૈકી માસ્ટર પ્લાનિંગને આવરી લેતી ઉત્તમ પહેલ માટે રાજકોટ સ્માર્ટ સિટીને માન્યતા આપે છે.’ એજન્સી કામ પૂર્ણ થયા પછી ગ્રીન ઇનિશિયેટિવની ચકાસણી કરશે અને તેની તુલના મુખ્ય યોજના સાથે કરશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/30oS40D

No comments:

Post a Comment

Pages