પોલીસની ખેડૂત દંપતી સાથે બર્બરતા
મધ્ય પ્રદેશના ગુનામાં દલિત ખેડૂત પરિવાર સાથે પોલીસની બર્બરતાનો વીડયો વાઈરલ થવા સાથે તેના પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતાએ પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ સરકારે ગુનાના કલેક્ટર અને એસપીને હટાવવા સાથે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ આરોપીઓને છોડવામાં નહીં આવે તેમ પણ સરકારે જણાવ્યું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
કોંગ્રેસરના સરકાર પર પ્રહાર
ये शिवराज सरकार प्रदेश को कहाँ ले जा रही है ?
ये कैसा जंगल राज है ?
गुना में कैंट थाना क्षेत्र में एक दलित किसान दंपत्ति पर बड़ी संख्या में पुलिसकर्मियों द्वारा इस तरह बर्बरता पूर्ण लाठीचार्ज।
1/3 pic.twitter.com/lRgOFaWHPp— Office Of Kamal Nath (@OfficeOfKNath) July 15, 2020
કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, ગુંડા-અપરાધીઓ બેખૌફ થઈ રહ્યા છે અને પ્રદેશ જંગલરાજ તરફ પાછો જઈ રહ્યો છે. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે પણ આ મુદ્દા પર સરકાર પર નિશાન સાધ્યું હતુ.
ગુનાના કલેક્ટર અને એસપીને હટાવાયા
બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે તેમણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. તેના થોડા સમયમાં જ સરકાર એક્શન મોડમાં આવી ગઈ. સીએમ શીવરાજ સિંહે ગુનાના કલેક્ટર એસ. વિશ્વનાથન અને એસ.પી તરુણ નાયકને પદ પરથી હટાવી દીધા છે. મોડી રાત્રે રાજેશ કુમાર સિંહને ગુનાના નવા એસ.પી બનાવવાનો આદેશ સરકારે જાહેક કર્યો હતો.
આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ
गुना के कैंट थाना क्षेत्र की घटना का वीडियो देखकर व्यथित हूं। इस तरह की दुर्भाग्यपूर्ण घटनाओं से बचा जाना चाहिए। मैंने तत्काल अधिकारियों को उच्चस्तरीय जांच के निर्देश दिए हैं। भोपाल से जांच दल मौके पर जाकर पूरी घटना की जांच करेगा। जो भी दोषी पाया जाएगा, उसपर कार्रवाई करेंगे। pic.twitter.com/3IfCayNLRg
— Dr Narottam Mishra (@drnarottammisra) July 15, 2020
બીજી તરફ પ્રદેશના ગૃહમંત્રી નરેત્તમ મિશ્રાએ જણાવ્યું કે, ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ માટે આદેશ અપાયા છે. ભોપાલથી ટીમ ગુના જઈને મામલાની તપાસ કરશે અને દોશીઓને છોડવામાં નહીં આવે. જોકે ગુરુવારે આ ઘટના પર મધ્યપ્રદેશમાં રાજનીતિને પારો ગરમાઈ શકે છે. મામલો દલિત ખેડૂતનો છે અને પોલીસની બર્બરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉપરથી તે ગ્વાલિયર-ચંબલમાં સિંધિયાના પ્રભાવ વાળા વિસ્તારમાં બની છે, જ્યાં પેટાચૂંટણી થવાની છે. એવામાં કોંગ્રેસ આ મુદ્દાને સરળતાથી છોડી દેશે તેની સંભાવનાઓ ઓછી છે. બીજી તરફ પ્રદેશ સરકાર પણ કડક કાર્યવાહી સાથે તપાસની જાહેરાત કરીને ડેમેજ કન્ટ્રો કરવામાં લાગી છે.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના મંગળવારે બની હતી જોકે તેનો વીડિયો બુધવારે સામે આવ્યો હતો. ઘટના મુજબ, ગુનામાં મોડલ કોલેજ નિર્માણ માટે લગભગ 20 વીઘા જમીન જગનપુર વિસ્તારમાં ફાળવવામાં આવી હતી. આ જમીન પર એક વ્યક્તિએ ઘણા વર્ષોથી કબજો કરી રાખ્યો હતો, જેના થોડા સમયે પર પોલીસ અને રાજસ્વ વિભાગે મળીને હટાવી દીધો. અતિક્રમણ હટ્યા બાદ જમીન પર કોલેજ નિર્માણનું કામ શરૂ ન થયું તો રાજકુમાર અહિરવાર નામના વ્યક્તિએ ત્યાં ખેતી શરૂ કરી. જ્યારે પોલીસે તેણે ખેડેલા પાક ઉપર જેસીબી ફેરવી દીધું તો તેનાથી જોવાયું નહીં. ભારે વિનંતી કરવા છતાં પોલીસ ન માની તે તેણે કીટનાશક દવા પી લીધી. તેને જોઈને તેની પત્નીએ પણ આ બોટલમાંથી ઝેરી દવા પી લીધી. તેમ છતાં પ્રશાસને તેમને જબરજસ્તી પીટાઈ કરતા જીપમાં બેસાડ્યા.
from Page Array – I Am Gujarat https://ift.tt/2B2GRtQ
No comments:
Post a Comment