આ મોડેલ્સના ફ્યુઅલ પંપમાં ખામી
નવી દિલ્હીઃ હોન્ડાના ભારતીય એકમ દ્વારા આશરે 65 હજારથી વધુ વ્હીકલ્સ રિકોલ કરવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા મુજબ આ મોડેલ્સના ફ્યુલ પંપમાં કેટલીક ખામી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે કંપની દ્વારા આ ગાડીઓને પરત ખેંચવામાં આવી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ખામીના કારણે કાર ચાલતા-ચાલતા અટકી પડે છે અથવા તો સ્ટાર્ટ જ નથી થતું. આ ખામી કંપનીના અનેક મોડેલ્સમાં સામે આવી છે. કંપની હાલ આવી ખામીવાળી કાર રિકોલ કરી રહી છે અને 20 જૂનથી અસરગ્રસ્ત મોડેલ્સનું ફ્રી રિપ્લેસમેન્ટ કરશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
હોન્ડા અમેઝ
હોન્ડા કંપની પોતાની આ ટેક્સી સેગમેન્ટમાં ખૂબ જ ફેવરિટ કારના 32,498 યૂનિટ્સ પરત બોલાવી રહી છે. આ કારનું વર્ષ 2018નું પ્રોડક્શન મોડેલ કંપની પરત બોલાવી રહી છે. સૌથી વધારે આ જ ગાડીને કંપનીએ રિકોલ કરી છે.
હોન્ડા સિટી
સામાન્ય રીતે સેડાન સેગમેન્ટમાં કંપનીનું સૌથી વધુ વેચાતું મોડેલ હોન્ડા સિટી છે. કંપની આ કારનું વર્ષ 2018નું મોડેલ રિકોલ કરવામાં આવ્યું છે. અમેઝ પછી સૌથી વધારે આ ગાડીઓને પરત બોલાવવામાં આવી રહી છે. કારના કુલ 16,434 યૂનિટ્સ પરત આવી ચૂક્યાં છે.
હોન્ડા WR-V
હોન્ડાની આ પ્રીમિયમ કારનું વર્ષ 2018 મોડેલ રિકોલ કરવામાં આવ્યું છે. કંપનીએ આ કારના 7,057 યૂનિટ્સ રિકોલ કર્યાં છે, જેને 20 જૂનથી રિપ્લેસ કરવામાં આવશે.
હોન્ડા જાઝ
પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં હોન્ડાની આ કારના 7500 યૂનિટ્સ કંપનીએ પરત બોલાવ્યા છે. આ કારનું વર્ષ 2018નું મોડેલ રિકોલ કરવામાં આવ્યું છે. આ કંપનીની પોપ્યુલર કાર છે.
આ ગાડીઓ પણ રિકોલ કરવામાં આવી
ઉપરના લિસ્ટ સિવાય કંપનીએ હોન્ડા BR-V, હોન્ડા Brio અને CR-Vના કેટલાક યૂનિટ્સ રિકોલ કર્યા છે. આ રીતે, કંપનીએ કુલ 65,651 યૂનિટ્સ પરત બોલાવ્યા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3d7dUdr
No comments:
Post a Comment